સુરતનાં ઘોડદોડ રોડ ખેતીવાડી ફાર્મ નજીક જોગર્સ પાર્ક પાસેથી મોપેડ પર પસાર થઇ રહેલા રત્નકલાકારને બાઇક સવાર સ્નેચરોએ નિશાન બનાવી 20 ગ્રામની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. બનાવની વિગત એવી છે કે, કતારગામ જીઆઇડીસીની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા શૈલેષભાઈ ડાહ્યાભાઇ પટેલ (ઉ.વ.41,રહે.80,ઓલપાડી મહોલ્લો, લાલ બંગલા પાસે, અઠવાલાઇન્સ) અઠવાડીયા અગાઉ મોપેડ પર પુત્રી વિહા (ઉ.વ. 8) સાથે રાત્રે 8 વાગ્યે પનાસ ગામ જઇ રહ્યા હતા. તે સમયે ઘોડદોડ રોડ ખેતીવાડી ફાર્મ જોગર્સ પાર્ક પાસેથી પસાર થતા હતા ત્યારે પલ્સર બાઇક પર પાછળથી બે ચેઇન સ્નેચર ઘસી આવ્યા હતા અને બાઇક પર પાછળ બેસેલા સ્નેચરે મોપેડ હંકારી રહેલા શૈલેષના ગળામાંથી 20 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત જેની કીંમત રૂપિયા 30 હજારની હતી. જોકે શૈલેષે મોપેડ પર સ્નેચરોનો પીછો કર્યો હતો પરંતુ સ્નેચરોનો બાઈક પુરઝડપે હંકારી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે શૈલેષેભાઈએ ગતરોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application