સુરત શહેર સાથે જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે. જીલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તેમજ કડોદરામાં લોકડાઉન અંગે નિર્ણય કરાયો છે. વહીવટી તંત્રની બેઠક મળી હતી જેમાં પલસાણા તેમજ કડોદરા નગરમાં પણ કોરોના કહેર વધતા શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન નિર્ણય કરાયો હતો. કડોદરા પાલિકા ખાતે વ્યાપારી અગ્રણીઓની બેઠક મળી હતી.
જેમાં સાંજે ૮ વાગ્યાથી કર્ફ્યુની શરૂઆત થશે. શનિવાર તેમજ રવિવારના રોજ પલસાણા અને કડોદરામાં બજારો બંધની જાહેરાત કરાઈ છે. સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સૌને સંપૂર્ણ લોકડાઉનમાં સહકાર આપવા વિનંતી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application