સુરતનાં કામરેજ ખાતે આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી અમ્હીતિ અનુસાર, કામરેજ ખાતે આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં ગોપાલગામના વતની અલ્પાબેન રમેશભાઈ ચૌહાણની 14 વર્ષીય પુત્રી નીધીબેન કે જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પરંતુ તે અભ્યાસમાં ધ્યાન આપતી ન હોય જેથી અલ્પાબેને સારી રીતે ભણવા માટે ઠપકો આપતા નીધીને મન દુ:ખ થતા મનમા ખોટુ લાગી આવતા પોતાના ઘરે ઉપરના માળે આવેલ રૂમની છત ઉપર લગાવેલ હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application