Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આધેડને ઢીકમુક્કીનો મારમારી રીક્ષા ચાલક ટોળકી રોકડ રકમ અને ઘરેણાં લુંટી ફરાર

  • September 16, 2021 

વરાછા ઈશ્વરકુર્પા સોસાયટીમાં રહેતા આધેડ ગત તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે અમરેલીના કમીગઢ ગામ ખાતે જમાઈનું અવસાન થયા બાદ તેના પાંચમાની વિધી પુર્ણ કરી દીકરીએ સાચવવા માટે આપેલા રોકડા ૫૦ હજાર અને દાગીના મળી કુલ રૂપિયા ૩.૦૭ લાખના મતા લઈને ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા હતા અને બરોડા પ્રિસ્ટજથી ઘરે જવા માટે રીક્ષા ભાડે કરી હતી જોકે રીક્ષાચાલક ટોળકીએ આધેડને ઢીકમુક્કીનો મારમારી લૂંટી રસતમાં ઉતારી નાસી ગયા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા ઈશ્વરકુપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ઉકાભાઈ કાનાણી (ઉ.વ.૬૨) વરાછા મારૂતી ચોક સંતોષીનગર ખાતે જય માતાજી ટી સ્ટોરમાં દીકરાને મદદરૂપ થાય છે. હસમુખભાઈની જમાઈ લલીતભાઈનું અમરેલીના કમીગઢ ખાતે અવસાન થતા તેના પાંચમાની વિધી કરવા માટે ગત તા.૧૦મીના રોજ ગયા હતા અને વિધી પુર્ણ થયા બાદ હસમુખભાઈને તેની દીકરીએ ઘરે કોઈ ધ્યાન રાખવા વાળુ નથી હોવાનુ કહી પિતા હસમુખભાઈને તેમની પાસેના રોકડા ૫૦ હજાર અને દાગીના સાચવા માટે આપ્યા હતા જે પૈસા અને દાગીના બોક્ષમાં મુકી હસમુખાઈ ગત તા.૧૩મીના રોજ કમીગઢથી કેશરી નંદન ટ્રાવેલ્સમાં બેસી તા.૧૪મીના રોજ સવારે સુરત હીરાબાગ પાસે ઉતર્યા હતા અને ત્યાંથી ચાલતા ચાલતા  બરોડા પ્રિસ્ટેજ પાસેથી ઈશ્વરકુપા જવા માટે રિક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી જ પાછળ એક મહિલા અને બે પુરુષ બેઠા હતા.

 

 

 

 

 

હસમુખભાઈને આગળ બેસાડ્યા હતા દરમિયાન વેરહાઉસ પાસે પહોચતા ચાલકે આગળ પોલીસ છે તમે પાછળ બેસી જવાનું કહેતા હસમુખભાઈ પાછળ બેસ્યા હતા અને વરાછા કાળીદાસ નગર ચોકડી પાસે પહોચતા ટોળકીએ તારી પાસે જે પણ હોઈ તે અમને આપી દે નહીતર તને જાનથી મારી નાંખીશ જેતી હસમુખ ગભરાઈ ગયો હતો અને રીક્સા ઉભી રાખવાનું કહેવા છતાંયે નહી રાખી જેથી ચાલુ રીક્ષામાંથી ઉતરવાનો પ્રયાસ કરતા પકડી રાખી મોઢુ દબાવી ઢીકતમુક્કનો મારમારી રોકડા રૂપિયા અને ઘરેણાં મળી કુલ રૂપિયા ૩,૦૭,૦૦૦/-ના મતાની લૂંટ ચલાવી પોલીસમા ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી કાલીદાસ નગર પાસે ઉતારી નાસી ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસે હસમુખભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી રીક્ષા ચાલક ટોળકીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application