Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં તા.30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના

  • November 29, 2021 

ભારત મૌસમ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં, તારીખ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. જોકે તારીખ 1થી 2 ડિસેમ્બર દરમિયાન છુટાછવાય જગ્યા પર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ વધવાની પુરેપુરી શકયતા છે. તે ઉપરાંત પવનોની દિશા ઉત્તર-પુર્વીય રહેશે અને તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપમાં મહત્વપુર્ણ વધારાની શકયતા છે. આગામી આ દિવસોમાં આવનાર સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રોને શાકભાજી પાકોની રોપણી મુલ્તવી રાખવા અથવા તો નીક–પાળા પર શાકભાજીની રોપણી કરવાની સલાહ આપવામાં આવે છે.તદઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાકો પાકપાણીમાં ડૂબ્યા હોય તો ખેડૂતોને ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનસ 1 લિટર/ 1એકર આપવાની ભલામણ કરવામાં આવે છે. હાલમાં રોપણી કરેલ પાકોમાં વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી વરસાદ બાદ પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના કૃષિ હવામાન વિભાગના વિષય નિષ્ણાતએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હાલમાં સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 5 દિવસ દરમિયાન જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આથી આ દિવસો દરમિયાન ખેડૂતોને શાકભાજીના પાકોની રોપણી હાલ પૂરતી મુલતવી રાખવા જણાવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application