કુંભારીયા ગામ એલઆઇજી સુડા આવાસમાં ચાલતા કાપડ વેપારીના જુગારધામ ઉપર પુણા પોલીસે રેઇડ કરી કાપડ વેપારી અને ૭ જુગારીને રોકડા રૂપિયા ૯૨,૪૭૦/- તથા ૮ મોબાઇલ ફોન અને ૪ બાઇક મળી કુલ રૂપિયા ૩.૯૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સર્વલન્સ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ગતરોજ મોડીસાંજે ગોડાદરા નહેર કુંભારીયા ગામ સ્થિત એલઆઇજી સુડા આવાસના એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા કાપડ વેપારી કિશનલાલ પિઠારામ સારસ્વત તેના સંબંધી નોકરીયાત રાકેશ બંસીલાલ સારસ્વત, કાપડદલાલ મગરાજ ભવરલાલ શર્મા, વેપારી સંદીપ માલચંદ મલાણી, વેપારી ડુંગરમલ માંગીલાલ સારસ્વત, સેલ્સમેન રામ મુરલીધર શર્મા, વેપારી ચંદ્રકાશ ગોપાલરામ શર્મા અને નોકરીયાત રાધેશ્યામ નાનુરામ શર્મા નાને ઝડપી લીધા હતા.આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૯૨,૪૭૦/- અને ૮ મોબાઇલ ફોન અને રૂપિયા ૧.૯૫ લાખની કિંમતની ૪ બાઇક મળી કુલ રૂપિયા ૩,૯૩,૪૭૦/-નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કાપડ વેપારી કિશનલાલ સારસ્વત જુગારધામ ચલાવતો હતો અને ત્યારબાદ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500