ભેસ્તાનના ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાંઇ ગોગા ટેક્સટાઇલના મેનેજર ભરત બાબુભાઇ પટેલ (ઉ.વ.48, રહે.એ/401,સત્યમ એપાર્ટમેન્ટ,ખરવર-નગરની પાછળ,ખટોદરા) એ વર્ષ 2017માં યુ.પી.ના વારાણસીના મદનપુરા સ્થિત પાંડે હવેલીમાં ડી 28/138 ક્લાસીક સાડી પ્રાઇવેટ લિ. અને દારાઝ ક્રિએશન નામે કાપડનો વેપાર કરતા ખાલીદ યજદાની અને આકીબ યજદાનીને ગ્રે-કાપડ મોકલવાનું શરૂ કર્યુ હતું.
60 દિવસમાં પેમેન્ટ અને નિયત સમયમાં પેમેન્ટ નહીં ચુકવે તો વાર્ષિક 24 ટકા લેખે વ્યાજ સાથે પેમેન્ટ ચુકવવાનું ખાલીદ અને આકીબે નક્કી કર્યુ હતું. એક વર્ષ સુધી ખાલીદ અને યાકીબે 60 દિવસમાં પેમેન્ટ ચુકવી ગ્રે-કાપડની ખરીદી કરી હતી. પરંતુ ત્યારબાદ 2018ના ઓગષ્ટથી ડિસેમ્બર મહિના દરમિયા કુલ રૂા. 19.13 લાખની મત્તાનું ગ્રે-કાપડ ખરીદયું હતું પરંતુ 60 દિવસમાં પેમેન્ટ ચુકવ્યું ન હતું.
ભરતે ઉઘરાણી કરતા આકીબે ચેક થકી રૂપિયા 1.03 લાખનું પેમેન્ટ ચુકવી આપ્યું હતું. પરંતુ રૂપિયા 18.10 લાખના બાકી પેમેન્ટ માટે વાયદા કર્યા હતા. ત્યારબાદ પણ ખાલીદ અને આકીબે ગ્રે-કાપડનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યાં સુધી જુનું પેમેન્ટ નહીં ચુકવે ત્યાં સુધી ડિલીવરી આપવાનો ભરત ઇન્કાર કર્યો હતો.
ભરતે બાકી પેમેન્ટ પેટે વાર્ષિક 24 ટકા લેખે વ્યાજ સહિતના પેમેન્ટની ઉધરાણી કરતા ખાલીદ અને આકીબે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે ભરત પટેલે બંને ઠગ વેપારી વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500