શ્રમજીવી મહિલાઍ મજુરીના બાકી નિકળતા રૂપિયાની માંગણી કરતા તબેલાના માલીકે જાહેરમાં હાથ પકડી ચાલ મારા ઘરમાં આવી જા અને મારૂ ઘર માંડ તો તારી મજુરીના પૈસા મળશે હોવાનુ કહી ઘર તરફ ખેચી ગયો હતો. જાકે મહિલાઍ તેનો પ્રતિકાર કરી પોતાની લાજ બચાવી ભાગતા તબેલાના માલીકે પોલીસમાં ફરિયાદ કરી તો પતિ અને સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકમાં નોધાયો છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ લસકાણા ગામ ખાતે રહેતી ૩૨ વર્ષીય મહિલા અને તેનો પતિ મજુરી કામ કરી પરિવારમાં ચાર સંતાનોનું ભરણ પોષણ કરે છે. મહિલા અગાઉ લસકાણા ગામ ખાતે રહેતા ભોળા હનુ ભરવાડના તબેલામાં ૧૬ મહિના મજુરી કામ કયું હતું. જેના રૂપિયા ૩,૨૦,૦૦૦ લેવાના બાકી હતા તો મહિલા બપોરે અગિયાર વર્ષના દીકરા સાથે અનાજ દળાવી પરત ધરે જતા હતા. તે વખતે રસ્તામાં ભોળા ભરવાડ મળતા મહિલાઍ તેની પાસે મજુરીના લેવાના નિકળતા પૈસાની માંગણી કરતા ભોળા ભરવાડ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરી જાહેરમાં હાથ પકડી ચાલ મારા ઘરમાં આવી જા અને મારૂ ઘર માંડ તો તારી મજુરીના પૈસા મળશે કહી રોડ ઉપર બળજબરી પૂર્વક તેના ઘર તરફ ખેચી લઈ જતા મહિલાઍ તેનો વિરોધ કરી પોતાનો હાથ છોડાવી પોતાના ઘર તરફ ભાગી હતી. મહિલાને ભાગતા જાઈ ભોળા ભરવાડે બુમો પાડી મારા વિરૂધ્ધમાં ફરિયાદ કરીશ તો તારા પતિ અને છોકરાને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. મહિલાઍ ઘરે જઈ પતિને વાત કર્યા બાદ પતિ-પત્નીએ ભોળા ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application