Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇટાળવા ગામનાં એક મકાનમાં જુગાર રમતા 14 ઇસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 19, 2021 

સુરત જિલ્લા એલસીબી પી.આઈ.નો ચાર્જ સંભાળતાની સાથે જ કે.વી.ચુડાસમાએ જુગારધામ પર દરોડા પાડી 14 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. પલસાણા તાલુકાનાં ઇટાળવા ગામે આવેલ એક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. જે અંગેની બાતમી મળતા જ એલસીબીની ટીમે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 3,14,300/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પી.આઈ પોલીસ સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી કડોદરા તેમજ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, પલસાણા તાલુકાનાં ઇટાળવા ગામની હદમાં આવેલ ઈસ્માઈલ હયાત મલબારીના મકાનમાં બહારથી માણસો બોલાવી પૈસા વડે હારજીતનો ગંજીપાનાનો જુગાર રમાડવામાં આવી રહયો છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી હતી અને ત્યાં મકાનમાં જુગાર રમી રહેલ 14 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 92,800/- તેમજ 13 નંગ મોબાઈલ ફોન અને એક ફોરવ્હીલ કાર, ઓટો રિક્ષા, એક મોપેડ, એક મોટરસાઇકલ એમ કુલ મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

જુગાર રમતા ઝડપાયેલા 14 ઈસમો

 

1.ઈસ્માઈલ હયાત મલબારી (રહે.સલાબતપુરા,સુરત),

2.ગુલામહુશૈન અબ્દુલહમીદ (રહે.સલાબતપુરા,સુરત),

3.મોહમદ ફિરેઝ રમઝુ શાહ (રહે.ઓલપાડ,સુરત),

4.કુતબુદ્દીન સાલીહ મોરગાસ (રહે.સલાબતપુરા,સુરત),

5.રફીક રશીદ શેખ (રહે.સલાબતપુરા,સુરત),

6.નશરૂદ્દીન રહેમાન ઘાંચી (રહે.સુરત),

7.મો.હનીફ હયાત મલબારી (રહે.સલાબતપુરા,સુરત),

8.શાહબુદ્દીન જૈનુદ્દીન મલબારી (રહે.સલાબતપુરા,સુરત),

9.મોહમદ હારૂન મોહમદ ઐયુબ શેખ (રહે.સલાબતપુરા,સુરત),

10.મોહમદસલીમ અબ્દુલ મંશુરી (રહે.રાંદેર,સુરત),

11.અબ્દુલમીયા અબ્દુલકાદર શેખ (રહે.બેગમપુરા,સુરત),

12.દિપકભાઈ પ્રવિણભાઈ રૈયાણી (રહે.કામરેજ,સુરત),

13.જાવીદભાઈ શબ્બીરભાઈ શેખ (રહે.લીંબાયત,સુરત) અને

14.રીયાઝ ફકરૂદીન શેખ (રહે.સલાબતપુરા,સુરત).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application