સુરત જીલ્લાના મહુવા તાલુકાનાં હળદવા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં મધર ઈન્ડીયા ડેમ નજીક નદીમાં નાહવા પડેલા બે યુવકો પૈકી એક યુવક નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના મહુવરીયા ગામે રહેતા બે મિત્ર વિશાલ હર્ષદભાઈ ચૌધરી અને ભાવિન દિલીપભાઈ ચૌધરી બપોરે સમયે હળદવા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં મધર ઈન્ડીયા ડેમ નજીક ગરમી વધુ હોવાથી નાહવા માટે ગયા હતા.
તે દરમિયાન નાહવા પડેલ 26 વર્ષીય વિશાલ હર્ષદભાઈ ચૌધરી નદીની વચ્ચે જતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો જેથી સાથી મિત્રને નજરે પડતા જ બુમા-બુમ કરી નદીના પાણીમાં ડૂબતા મિત્રને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ વિશાલ નદીના ઉંડા પાણીમા ડૂબી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીના પાણીમાં ડૂબનારનો મૃતદેહ બહાર કાઢી આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોડમ માટે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500