બારડોલી તાલુકાના મઢી ગામની હદમાંથી વહેતી ગુણવંતી નદીના પ્રવાહમાં પ્રદુષિત પાણી છોડી પાર્યાવરણને ભારે નુકશાન પહોંચાડતી મઢી સુગર ફેક્ટરી મુકામે ભારે આક્રોશ સાથે સ્થાનિક અગ્રણીઓ અને મઢી પંથકના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શીત કરી મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા ભારે હોબાળો વચ્ચે બારડોલી પોલીસે 40 જેટલા વ્યકતિઓને અટકાયતમાં લઈ મામલો થાળે પાડ્યો હતો.
મઢી પંથકની લોકમાતા ગણાતી ગુણવંતી નદીમાં મઢી સુગર ફેક્ટરી દ્વારા પ્રદુષિત પાણી છોડવાની લાંબા સમયથી ચાલતી મુશ્કેલી વચ્ચે સ્થાનિક લોકોએ મઢી સુગરને પાર્યાવરણને નુકશાન પહોંચાડવા બાબતે ચેતવણીનો સુર ઉચ્ચારી જલદ આંદોલનની ચિંકી આપી હતી, છતાં સમય મર્યાદા પૂરી થવાના 12 કલાક જેટલો અધિક સમય વીતવા છતાં સુગરના સંચાલકોની મનમાનીના કારણે પ્રશ્ન યથાવત રહેતા મઢી સુરાલી ઓવરબ્રીજ મુકામે એકત્રિત થયેલા ગ્રામજનોના તોળાએ અગ્રણી સ્નેહલ શાહ અને મીનાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં વિરોધ સુત્રો ઉચ્ચારી મઢી સુગર ફેકટરીના ગેટને તાળા બંધી કરવાનો પ્રયાસ કરતા બારડોલી પોલીસે સમય સુચકતા સાથે 40 વ્યકતિઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application