ગેસ સિલિન્ડરનાં ભાવ વધારા સામે શહેરમાં ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હોવાની ફરિયાદના પગલે પૂણા વિસ્તારની એક સોસાયટીમાં સ્થાનિકોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો. તપાસ કરતા દરેક બોટલની અંદર 2-3 કિલો ગેસ ઓછો મળી આવવાની ઘટનાને લઈને લોકો રોષે ભરાયા હતા. બનાવની વિગત એવી છે કે, ગેસ સિલિન્ડરનાં ભાવમાં તોતિંગ વધારા વચ્ચે ગેસ એજન્સીઓ પણ લોકોને છેતરી રહી હોય તેવી ફરિયાદો ઉઠી છે.
પુણા વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા સમયે લોકોને અગાઉની જેમ જ શંકા થઈ હતી કે, સિલિન્ડરમાં બતાવવામાં આવ્યા મુજબ ગેસ આવી રહ્યો નથી. જેને લઈને સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ગેસ સિલિન્ડરનું વજન કરાવ્યું હતું. જે નિયમ પ્રમાણ કરતા ઓછું જોવા મળ્યું હતું જેને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો. જે ઘટનામાં સ્થાનિક કોર્પોરેટર પણ પહોંચ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી. જેમાં એક સ્થાનિકએ કહ્યું કે, વોર્ડ નંબર-17માં યોગેશ્વર રો હાઉસ આવેલું છે.
અહીં ગેસના બાટલાની ડીલવરી માટે લોકો આવ્યા હતા. તપાસ કરતા દરેક બોટલની અંદર 2-3 કિલો ગેસ ઓછો મળી આવ્યો હતો. દેવ કૃપા એન્જસી દ્વારા અહી ડીલવરી આપવામાં આવે છે. એટલું જ નહીં આ બાબતે અમે ફરિયાદ કરવા ગયા તો અમને ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો. એક તરફ મોંઘવારીને લઈને અમારી હાલત ખરાબ છે ત્યાં હવે આવી રીતે અમારી સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે અને જે ખૂબ જ દુઃખદાયી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500