કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલ પાલિકાના પાર્કિંગમાં રાત્રે માથાભારે દિપક ઉર્ફે દિલીપ બારૈયાની પુણાગામ રચના સર્કલ પાસે આવેલ કિંમતી જમીનના કબ્જા ખાલી કરવાના મુદે થયેલા જુના ઝઘડાની અદાવતમાં રઘુ ભરવાડે આઠેક સાગરીતો સાથે તલવાર, ચપ્પુ, લોખંડના પાઈપ તેમજ લાક઼ડાના ફટકાની આડેધડ ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, પુણાગામ શ્રીનાથજી સોસાયટી કારગીલ ચોક શ્રીનાથજી સોસાયટીમાં રહેતા માથાભારે દિપક ઉર્ફે દિલીપ ચાવડા ઉફે દિલપો રઘુ બારૈયાની ગતરોજ રાત્રે નવથી દસ વાગ્યાના આરસામાં કાપોદ્રા કારગીલ ચોક સ્નેહમુદ્દા સોસાયટી પાસે આવેલા પાલિકાના પાર્કિંગમાં કાર પાર્ક કરવા બાબતે પાકિંગવાળા સાથે માથાકુટ થઈ હતી.તે વખતે તેનો દુશ્મન રઘુ ભરવાડ વચ્ચે પડતા તેની સાથે પણ માથાકુટ કરી ભગાડ્યો હતો. થોડીવાર પછી રઘુ ભરવાડ આઠેક સાગરીતો સાથે ટેમ્પોમાં તલવાર, લોખંડના પાઈપ, ચપ્પુ અને લાકડાના ફટકા સાથે ધસી આવ્યો હતો અને દિલીપ ચાવડા ઉપર આડેધડ ઘા ઝી્કતા તેના બે સાગરીતો ગભરાઈને ભાગી ગયા હતા. દિલીપ ચાવડાને સંખ્યાબંધ ઘા ઝીંકી લોહીલુહાણ કરી આરોપીઓ ભાગી ગયા બાદ દીલીપ ચાવડાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને દિલીપ ચાવડાના ભાઈ ભાવેશની ફરિયાદ લઈ તપાસ શરુ કરી હતી. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ, મૃતક દિલીપ ચાવડા સામે હત્યા સહિતના સંખ્યાબંધ ગુના પોલીસમાં નોંધાયા છે અને તે પાસા પણ કાપી ચુક્યો છે. દિલીપ અને રઘુ વચ્ચે આઠેક વર્ષ પહેલા પુણગામ રચના સર્કલ પાસે આવેલ જમીનના કબ્જા બાબતે ઝઘડો થયો હતો.
દિલીપ ચાવડા અને રઘુ વચ્ચે પુણાગામની જમીનના કબ્જાને લઈને થયો હતો
સુત્રોના જણાવ્યા મુજબ મૃતક દિલીપ ચાવડા અને હત્યારા રઘુ વચ્ચે પાર્કિંગ બાબતે તો ઝઘડો થયો જ હતો. પરંતુ આઠેક વર્ષ પહેલા પુણાગામ રચના સર્કલ પાસે આવેલ કિંમતી જમીનના કબ્જા મુદ્દે પણ ડખ્ખો થયો હતો. આ જગ્યા રઘુ ભરવાડે કબજે કરી હતી ત્યારે જમીન માલીકે દિલીપ ચાવડાને જગ્યા ખાલી કરવા માટેï દિલીપ ચાવડાને સોપારી આપતા દિલીપ ચાવડાઍ રઘુને જગ્.યા પરથી ભગાડી પોતે કબજા કર્યો હતો અને તે જગ્.યાનો કબજા ખાલી કરવા માટે જમીન માલીક પાસેથી ત્રણેક કરોડ રૂપિયા લીધા હોવાનુ કહેવાય છે અને તે પૈસાથી તેણે અોડી કાર ખરીદી હતી. આ જગ્યાના કબજાને લઈને દિલીપ અને રઘુ વચ્ચે ઝઘડો ચાલતો હતો.
દિલીપ ચાવડા સામે હત્યા સહિત સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે
સુત્રોનું માનીયે તો મૃતક દિલીપ ચાવકા ખુંખાર હતો તેની સામે વરાછા. કાપોદ્રા, સરથાણા, કતારગામ, પુણા અને કામરેજ વિસ્તારમાં હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, મારમારી, મિલકત ખાલી કરાવી સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે અને તે પાસા પણ કાપી ચુક્યો છે.
હનીટ્રેપમાં પુર્વ કોર્પોરેટર પાસેથી 3 કરોડની ખંડણી માંગવાના કેસમાં પણ પકડાયો હતો
દિલીપ ચાવડાની રાત્રે કુરતાપુર્વક હત્યા કરવામાં આવી છે દિલીપ ચાવડા અનેક ગુનામાં પકડાઈ ચુક્યો છે. સુત્રોનું માનીયે તો દિલીપ ચાવડાએ વરાછા ચકચારી હનીટ્રેપ પુર્વ કોર્પોરટર પાસે 3 કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ હતી.
દિલીપ ચાવડાની ગેંગમાં મોટાભાગે સગીરો હતો
મૃતક દિલીપ ચાવડાની મોટી ગેંગ હતી જેમાં મોટાભાગના સાગરીતો સગીરો હતો એવું કહેવાય છે કે આ સગીરો દીલીપ ચાવડા સાથે માથાકુટ કરનાર ઉપર ચપ્પુથી હુમલો કરતા ખચકાતા નથી. દિલીપ સાથે કાયમ તેના સાગરીતોને ફોજ હોય છે ત્યારે દિલીપ માત્ર જ સાગરીત સાથે હતો તેનો રઘુ ભરવાડે ફાયદો ઉઠાવી પાર્કિંગવાળાનું ઉપરાણુ લઈને વચ્ચે પડી ઝઘડો કરી હત્યા કરી હોવાની ચર્ચાય રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500