સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આંબોલી ગામે સહકાર નગરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બેસી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહેલ ચાર શખ્સોને કામરેજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, આંબોલી ખાતે ચાર રસ્તા નજીક સહકાર નગરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. રેડ દરમિયાન કેટલાક વ્યક્તિઓ પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જોકે, જુગાર રમી રહેલ વ્યક્તિઓ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા તે સમયે કામરેજ પોલીસે સલીમ મઝીદ શેખ, ઈર્શાદ એહમદ ટોકીર એહમદ અન્સારી, સલીમ ઈસ્માઈલ શેખ તથા કિશન મજીભાઈ સોલંકીના ઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપિયા 3750/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500