Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે રૂપિયા ૨૩.૫૩ લાખની છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ

  • October 21, 2021 

સુરત શહેરમાં રીંગરોડ અને સારોલી વિસ્તારમાં આવેલી ટેક્ષટાઇલ માર્કેટોમાં ઉઠમણાની ફરીયાદો પોલીસ મથકોમા નોંધાઈ રહી છે. ગુજરાત બહારના વેપારીઓ સૌથી વધારે ઠગાઇ કરી રહ્યા છે. ફરી એકવાર સારોલીની રાધા રમણ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી પાસેથી કોલકત્તાના વેપારીએ દલાલ મારફતે રૂપિયા ૨૩.૫૩ લાખનો ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ન ચુકવ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, રાજસ્થાન જોધપુર જીલ્લાના વતની અને હાલ ભટાર રોડ પાર્શ્વદીપ કોમ્પલેક્ષમાં રહેતા રમેશભાઇ રાવનિવાસ ભટ્ટડ સારોલી રાધારમણ ટેક્ષટાઇલ માર્કેટમાં વી.કે.ક્રિએશન નામથી કાપડની દુકાન ધરાવે છે. ૩ વર્ષ પહેલાં કોલકત્તા બારાબજાર સ્થિત ટેગોર કેસ્ટલ સ્ટ્રીટમાં વિનોદ ચોથમલ શ્રોફ નામના દલાલે રમેશભાઇનો સપર્ક કર્યો હતો. પોતાની પાસે કોલકત્તામા સારાં એવાં કાપડના વેપારીઓ છે. તે સમયસર પૈસા ચુકવી આપશે. તેમ જણાવી કોલકત્તા ફુલ બગાનની પાસે આવેલા મણીકર્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલકત્તા મેન્સન ન્યુ માર્કેટમાં શ્યામ સિલેકશન નામથી ધધો કરતા અકીત રાજકુમાર ચિરાણીયા નામના વેપારીની ઓળખ આપી હતી. પોતે સારા વેપારી હોવાની વાત રમેશભાઇને કરી હતી.

 

 

 

 

 

 

ત્યારબાદ દલાલ મારફતે રમેશભાઇએ ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમા વેપારીએ સમયસર પૈસા ચુકવી આપી રમેશભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ૩૦-૬-૨૦૧૮થી આજદીન સુધી અલગ-અલગ સમયે અકીતભાઇએ દલાલ મારફતે રમેશભાઇ પાસેથી રૂપિયા ૨૩.૫૩ લાખથી વધુનો ડ્રેસ મટીરીયલનો માલ ઉધાર ખરીદ્યો હતો. પરંતુ સમયસર પૈસા ન ચુકવતા રમેશભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ અવાર નવાર ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. પરંતુ રમેશભાઇએ ઉઘરાણી શરૂ રાખતા છેવટે બંને જણાએ ઉશ્કેરાઇ જઇ હવે પછી પૈસા મળશે નહીં અને ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસા ચુકવ્યા ન હતા. આ બનાવ સંદર્ભે રમેશભાઇએ પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application