મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામનાં મહાદેવ ફળિયામાં રહેતા લિસ્ટેડ ગેમ્બલર આશિષ ઉર્ફે વિમલ કાળીદાસભાઈ ઢોડીયા પટેલનાં ઘરનાં આંગણામાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક લખી પૈસા વતી હારજીતનો જુગાર રમાડતા અને રમતા ત્રણને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૨/૦૯/૨૦૨૪નાં રોજ બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંધાત્રી ગામનાં મહાદેવ ફળિયામાં રહેતો જુગારનો લિસ્ટેડ ગેમ્બલર આશિષ ઉર્ફે વિમલ કાળીદાસભાઈ ઢોડીયા પટેલ નાનો તેના ઘર આંગણામ ઉભો રહી ગામમાં આવતાં જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો વડે પૈસા વતી હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ લીસ્ટેડ ગેમ્બલર આશિષ ઉર્ફે વિમલ કાળીદાસભાઈ ઢોડીયા પટેલ તથા તેની સાથેના બે ઈસમોને કાપલીમાં કઈક લખતા હોવાનું જણાતા ત્રણેયને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસે તે બંનેનું નામ પૂછતા પહેલાએ તેનું નામ, રમેશ બાલુભાઈ ગામીત અને બીજાનું નામ દિલીપ છનાભાઈ ગામીત (બંને રહે.દાદરીયા ગામ, ઉપલું ફળિયું, વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો, ત્રણ નંગ મોબાઈલ તેમજ અંગ ઝડતીમાં મળી આવેલ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨૧,૭૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ત્રણેય જુગારીઓ વિરુદ્દ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500