મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સીંગીનાં પુલ ફળિયામાંથી વગર પાસ પરમિટે ફૂટ પાથ ઉપર સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૧/૦૯/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં બેસી વ્યારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાનાં સીંગી પુલ ફળિયામાં શૈલેશ નાથુભાઈનાં ઘરની પાસે ફૂટ પાથ ઉપર સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસાવતી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચી ગોળ કુંડાળું કરી પૈસાવતી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો જેમાં જુગારનાં દાવ પરના અલગ અલગ દરની ચલણી નોટનાં રોકડ રૂપિયા અને ઝડપાયેલ જુગારીઓનાં અંગ ઝડતીનાં રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧૨,૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીનીએ ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ નવ જુગારીઓ...
૧.રાજુ વજીરભાઈ ઢોડીયા (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા)
૨.અજય સાવનભાઈ ગોરાઈ (રહે.સીંગી મગન ડાહ્યાની છાલ, વ્યારા),
૩.મુકેશ સુરેશભાઈ જાવરે (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા),
૪.વિવેક નરેશભાઈ ચૌધરી (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા),
૫.હિતેશ મહેશભાઈ ગામીત (રહે.તળાવ રોડ સ્ટેશન રોડ, વ્યારા)
૬.અજય વિજયભાઈ ઢોડીયા (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા),
૭.જયેશ ભીખુભાઈ ઢોડીયા (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા),
૮.શૈલેશ શંકરભાઈ ઢોડીયા (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા) અને
૯.સુશીલ ગોપાળભાઈ ઢોડીયા (રહે.સીંગી પુલ ફળિયું, વ્યારા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500