Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ પિતા-પુત્રએ કરી છેતરપિંડી

  • January 07, 2021 

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીટીલાઈટ અગ્રેસન ભવની બાજુમાં રોયલ કેશટલમાં રહેતા મૂળ રાજસ્થાન જાધપુરના પ્રકાશભાઈ કનવરલાલ ચોપરા (ઉ.વ.૪૦) રીંગરોડ જે.જે. ઍસી માર્કેટમાં શ્રી લક્ષ્મી ડીઝાઈનરના નામે સાડી ખરીદ વેચાણનો વેપાર ધંધો કરે છે. પ્રકાશભાઈની દુકાને  એપ્રિલ ૨૦૧૬માં જવાહરલાલ માલીરામજી અગ્રવાલ(પ્રહલાદકા) અને અભિનવ જવાહરલાલ અગ્રવાલ આવ્યા હતા. અગ્રવાલ પિતા-પુત્રઍ પોતે રિંગરોડ આનંદ નિવાસમાં પન્નાલાલ ઍન્ડ સન્સના નામે ધંધો કરે છે અને તેમની પાસે સુરત તેમજ બહારની સારી પાર્ટીઓ છે હોવાનુ કહી તેમના મારફતે પાર્ટીઓને મા્લ આપશો તો વર્ષમાં સારુ કમાવશો અને તેમની પાસેથી સમયસર પેમેન્ટ ચુકવાની જવાબદારી પોતાની હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો.

 

 

ત્યારબાદ અગ્રવાલ પિતા-પુત્રઍ પ્રકાશભાઈનો વિશ્વાસ કેળવવા માટે શરુઆતમાં માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવ્યુ હતું અને અગાઉથી કરેલા પ્લાન મુજબ તેમના કહેવાથી ન્યુ વેરાયટી સ્ટોર(ભીલવાડા)ને રૂપિયા ૨૭,૦૦૦, શ્રી હરિ ક્રીઍશન (ભીલવાડા)ને રૂપિયા ૨૫,૫૦૦,  શ્રી ગુરુ રાજેન્દ્ર ટેક્ષટાઈલ(પ્રતાપગઢ)ને રૂપિયા ૩૬,૮૦૩,  શ્રી બાલાજી મંગલમ ક્લોથ સેન્ટર (મંડાલ)ને રૂપિયા ૨૪,૪૧૩,  પન્નાલાલ ઍન્ડ કંપનીને રૂપિયા ૨૩,૨૮૩નો મળી કુલ રૂપિયા ૧,૩૭,૦૧૯નો માલ આપ્યો હતો. ત્યારબાદ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા પ્રકાશભાઈ ચોપરાઍ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ  ચુકવી આપવાનું કહી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી આપી આજ પછી પેમેન્ટની ઉઘરાણી કરવા આવશો તો હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં પ્રકાશભાઈઍ જે પાર્ટીઓને માલ મોકલ્યો હતો ત્યાં તપાસ કરી તો ખબર પડી કે અગ્રવાલ પિતા-પુત્રઍ તેમના નામે માલ મંગાવી તેમને આપવાને બદલે બારોબાર વેચી નાંખી છેતરપિંડી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application