માંડવી તાલુકાના બડતલ ગામે રહેતો યુવક પોતાના ખેતરમાં મરચાની ખેતીમાં પાણી પાવા માટે ગયો હતો. તે દરમિયાન બીજા ખેતરમાંથી અચાનક આવેલા દીપડાએ યુવક પર હુમલો કરી દીધો હતો. પરંતુ યુવકે બાથ ભીડતા દીપડાએ ભાગવું પડ્યું હતું. બનાવની વિગત એવી છે કે, બડતલ ગામે રહેતા સંદીપભાઈ કરશનભાઈ ચૌધરી કે જેઓ આઈટીનો અભ્યાસ કરી હાલમાં પીએસઆઈની ભરતીની તૈયારી કરી રહ્યો છે. જેથી માંડવી ક્રિકેટ ગ્રાઉન્ડ પર દરરોજ દોડવા માટે આવતો હતો, પરંતુ મરચા તોડવામાં મોડું થતાં ઘટનાના દિવસે જલદી ઉઠી ન શકતા મરચામાં પાણી પાવા માટે ગયો હતો. મરચાના ખેતરમાં પાઈપ ઘટતા બાજુના ખેતરમાં પાઈપ લેવા ગયો હતો.તે સમયે અચાનક જ એક દીપડાએ હુમલો કર્યો હતો જેથી સંદીપભાઈ પાસે કોઈપણ પ્રકારનું હથિયાર ન હોવા છતાં પુરી હિંમત સાથે દીપડા સામે બાથ ભીડી હતી જેમાં સંદીપભાઈને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી અને ઘાયલ થવા છતાં તેમને હિંમત ન હારી બાથ ભીડતા દીપડાએ ભાગવું પડ્યું હતું. બનબ અંગેની જાણ સરપંચએ આરએફઓને કરતાં ફોરેસ્ટર તથા સ્ઠાફ સ્થળ પહોંચી દીપડાના પંજાના નિશાન લઈ તાત્કાલિક પાંજરુ ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application