Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

  • April 06, 2021 

માંડવી તાલુકાના ખેડપુર ત્રણ રસ્તા પાસેથી મળસ્કે એક ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ટ્રકના વ્હીલ નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાના ધોળીકુઈ ગામના રહેવાસી હિમેશકુમાર નાનુભાઈ પટેલ (ઉ.વ.52) બારડોલી સુગર ફેકટરીમાં સુરારવાઈઝર તરીકે ફરજ બજાવે છે. પરંતુ નેત્રંગમાં મજુરો ગોઠવવાનું કામ ચાલતું હોવાથી તેઓ પોતાની બાઈક બોક્સર નંબર જીજે/05/બીએક્ષ/758 લઈને વહેલી સવારે નેત્રંગથી માંડવી તરફ આવતા હતા.

 

 

 

તે સમય દરમિયાન સામેથી આવતા ટ્રક નંબર આરજે/14/જીકે/0093ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે લઈ આવી બાઈક સવાર હિમેશકુમારને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનવા અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application