સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે સરગમ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે જઈ રહેલ યુવકનો પગ લપસી જતાં તે નીચે પટકાતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે સરગમ કોમ્પેલક્ષ શ્રીનાથ રેસીડેન્સી બ્લોક નંબર-A/304માં રહેતો અભિષેક સુનિલ મિશ્રા (ઉ.વ.23) બપોરના સમયે પોતાના ઘરના ત્રીજા માળે જઈ રહ્યો હતો. ત્યારે સીડી પરથી પગ લપસી જતા મોઢા ઉપર તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે તેના પિતા સુનિલભાઈ સંજીવની હોસ્પિટલ ચલથાણ ખાતે લઈ જતા જેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application