Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામનાં લેક ગાર્ડન નજીક જુના ઝઘડાની અદાવત રાખી યુવક પર છરાથી હુમલો કરનાર ઈસમો સામે ગુનો દાખલ

  • November 30, 2021 

સુરત શહેરનાં કતારગામ લેક ગાર્ડન નજીક ખુલ્લા મેદાનમાં ગતરોજ સાંજે મિત્ર સાથે બેસેલા સૈયદપુરાના યુવકને અગાઉ તેના ઘરની સામે જ રહેતા યુવક અને 6 સાગરીતોએ જુના ઝઘડાની અદાવતમાં છરાના પાંચથી છ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે યુવકને છોડાવવા આવેલા મિત્રને પણ તેમણે પેટમાં છરો મારતા તેની પણ હાલત ગંભીર છે. કતારગામ પોલીસે હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ભાર્ગવ મારુ સહિત 5ની અટક કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં સૈયદપુરા રામપુરા પેટ્રોલ પંપ પાસે નાગોરીવાડ ઘર નંબર-101માં રહેતા સુનીતાબેન રામનરેશ ગુપ્તાનો પુત્ર મંદિપ તેના મિત્ર અનિકેત ઉર્ફે બાબુ રાકેશભાઇ રાઠોડ સાથે ગતસાંજે 4 વાગ્યે કતારગામ લેક ગાર્ડન પાસે ખુલ્લા મેદાનમાં બેસેલો હતો ત્યારે અગાઉ તેના જ મહોલ્લામાં રહેતો અને હાલ કતારગામ બહુચરનગરમાં રહેતો ભાર્ગવ મારુ તેના સાગરીતો વિરેન રાઠોડ, મિત હેડન, તરુણ ઉર્ફે પેન્ડો, આદિત્ય ઉર્ફે આદી, પ્રથમ ઉર્ફે ચડ્ડી અને એક અઅજાણ્યા સાથે છરા અને લોખંડના પાઈપ સાથે ત્યાં આવ્યો હતો અને તમામે મંદિપ પર હુમલો કરી તેને પાંચ થી છ ઘા ઝીંકી દીધા હતા.જોકે મંદિપને બચાવવા અનિકેત વચ્ચે પડતા તેને પણ પેટમા છરો મારી તમામ ભાગી છૂટ્યા હતા. બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવની જાણ થતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગત માર્ચ અને એપ્રિલ માસમાં મંદિપ અને તેના ભાઈ સંદિપનો ભાર્ગવ સાથે ઝઘડો થતા મંદિપે ભાર્ગવ પર હુમલો કરતા તેને ગંભીર ઇજા થઈ હતી. તે સમયે પોલીસે મંદિપ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી. આ ઝઘડામાં ભાર્ગવે પૈસા લઈ સમાધાન પણ કર્યું હતું છતાં તે જુના ઝઘડાની અદાવત રાખી હુમલો કરવાની તક શોધતો હતો અને ગતરોજ તક મળતા હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન રાત્રે મંદિપનું મોત નીપજતાં કતારગામ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ભાર્ગવ મારુ સહિત 5ની અટક કરી હતી. સારવાર માટે દાખલ અનિકેતની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application