બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામના યુવકો અને કોરોના કેર સમિતિ દ્વારા તારીખ 5મી જૂનના રોજ ગામના યુવકો જયદીપ ચૌધરી, ઉત્સવ ચૌધરી અને એમની ટીમ દ્વારા કોરોના કેર સમિતિના સહયોગથી સુરાલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીના મેડિકલ સ્ટાફે રક્તદાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સરદાર હોસ્પિટલ વતી રાજેશભાઇ પટેલે વિશેષ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિર સવારે 10:30થી શરૂ થયેલ હતી જેમાં 42 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ આ ઉમદા કાર્યને ઉમળકાભેર વધાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application