પલસાણાના તાંતીથૈયા ગામે સોની પાર્કમાં આવેલ એક રૂમમાં યુવક જમવાનું બનાવી રહયો હતો તે સમયે આગ લાગી હતી. જે એકાએક ગેસના બાટલામા લાગી જતા બ્લાસ્ટ થયો હતો. જોકે, યુવક સમય સુચકતા વાપરી પહેલા જ રૂમની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્રચંડ બ્લાસ્ટમાં દિવાલ ખુરદો થઇ હતી. બનાવની વિગત એવી છે કે, પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે સોનીપાર્કમાં મોહનભાઈની બિલ્ડીંગમાં એક રૂમમાં ભાડેથી રહેતો નાગેન્દ્ર શર્મા (મૂળ. યુપી) ગુરુવારનાં રોજ સવારે મિલમાંથી કામ કરીને આવ્યા બાદ રસોઈ બનાવવા લાગ્યો હતો.
તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જેથી યુવકે આગ ઓલવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ આગ કાબુમાં નહિ આવતા યુવક રૂમની બહાર ભાગીને નીકળી ગયો હતો અને થોડી જ વારમાં આગ ગેસના સિલિન્ડરમાં લાગતા જ પાઇપ બળતા જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. યુવકે સમય સુચક્તાં વાપરી ઘરની બહાર નીકળી ગયો હોવાથી બચી ગયો હતો. જેથી ઘરમાં પાંચ કિલો ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં રૂમનો લોખંડના દરવાજો તૂટી પડ્યો હતો. તેમજ દીવાલનો એક ભાગ ખુરદો થઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application