Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : દસ દિવસ દશામાની શ્રદ્ધાપૂર્વક આરાધના કર્યા બાદ મૂર્તિ તાપી નદી તટે રઝળતી મૂકી જતા રહ્યા

  • August 18, 2021 

સુરતના શહેરીજનોએ 10 દિવસ સુધી દશામાની પૂજા-અર્ચના કર્યા બાદ દશામાની મૂર્તિના વિસર્જનમાં ખુદ શ્રદ્ધાળુઓએ જ દશામાની પ્રતિમાની આમાન્યા જાળવી ન હતી. ગતરોજ દશામાની મૂર્તિના વિસર્જનમાં ભક્તોએ દશામાની મૂર્તિની કરેલી દુર્દશાથી ભગવાનમાં આસ્થા માનનારાઓના હ્દય  હચમચી ઉઠયા હતા.

 

 

 

 

સુરત શહેરના તમામ ઓવારે દશામાની મૂર્તિઓ રઝળતી મૂકીને શ્રદ્ધાળુઓ ભાગી ગયા હતા હજારોની સંખ્યામાં ઓવારાઓ ઉપર મૂર્તિઓ રઝળતી જોવા મળી હતી. જેથી અસંખ્ય લોકોની ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચી હતી.

 

 

 

 

સુરત શહેરમાં હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિની સ્થાપના લોકો ઘરે કરતા હોય છે અને 10 દિવસ સુધી દશામાની મૂર્તિની પૂજા અર્ચના શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે છેલ્લે આ મૂર્તિનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસની ગંભીર બીમારીને કારણે સુરત મહાનગરપાલિકાએ દશામાની મૂર્તિનું તાપી નદીમાં વિસર્જન સામે પ્રતિબંધ ફરમાવી તમામ ઓવારા ઉપર પતરાની આડસો મૂકી દીધી હતી તેમજ કૃત્રિમ તળાવો પણ નહીં બનાવી કોરોનાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને ઘરે જ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે અપીલ પણ કરી હતી.

 

 

 

 

પરંતુ ગતરોજ વિસર્જનના દિવસે શહેરના ડભોલી વણઝારા ઓવારો, ખરવાસા નહેર, કોઝવે પાસે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓ મૂકીને શ્રદ્ધાળુઓ ભાગી ગયા હતા. રાત્રિ કરફ્યુ હોવા છતાં પણ શહેરના વિવિધ ઓવારાઓ ઉપર દશામાની મૂર્તિઓનો ખડકલો થઇ ગયો હતો.

 

 

 

 

દસ દિવસ સુધી દશામાની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરનારી બહેનોએ જ ઘરે મૂર્તિનું વિસર્જન કરવાને બદલે ઓવારા ઉપર મૂકી દઈને દશામાની પ્રતિમાની દુર્દશા કરી હતી. કોરોના મહામારી ફેલાવવાના ભય ના કારણે સુરત મહાનગરપાલિકાએ દશામાના વિસર્જન માટે કૃત્રિમ તળાવો નહીં બનાવતા દશામાનુ વ્રત કરનાર હજારો લોકોએ ઘરમાં સ્થાપિત કરેલી મૂર્તિ ઘર આંગણે વિસર્જન કરવાને બદલે રાત્રી કફર્યું નું ધરાર ઉલ્લંઘન કરી અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં તાપી નદી તટે ઠેર-ઠેર લોકો દશામાની મૂર્તિઓ રઝળતી મૂકીને જતા રહ્યા હતા અને આ જ રીતે કેટલાક લોકોએ ખરવાસા નહેરમાં દશામાની મૂર્તિઓ પધરાવી દીધી હતી રાત્રિ સમય દરમિયાન લોકો તાપી નદી તટ ના પ્રવેશ દ્વાર પાસે પતરાની આડસ આગળ હજારો મૂર્તિઓ રઝળતી મૂકીને જતા રહ્યા હતા અને આ મૂર્તિઓને આજે સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રકમાં ભરીને નિકાલ અર્થે લઇ જવામાં આવી હતી.

 

 

 

 

જ્યારે તાપી નદી પટમાં આજે સવારે ઠેર-ઠેર દશામાની મૂર્તિઓ રઝળતી જણાઈ હતી. આમ દસ દિવસ સુધી દશામાની પૂજા-અર્ચના કર્યા બાદ મૂર્તિઓના વિસર્જનમાં ખુદ સુરતમાં શ્રદ્ધાળુઓ એ જ દશામાની મૂર્તિની આમાન્યા જાળવી ન હતી. ગતરોજ મૂર્તિના વિસર્જનમાં ભક્તોએ દશામાની મૂર્તિની કરેલી દુર્દશાથી ભગવાનમાં આસ્થા માનનારા લાખો શહેરીજનોના હ્દય હચમચી ઉઠયા હતા. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application