Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં વરેલી ગામે 7 વર્ષીય માસુમ બાળકીને પીંખી નાખનાર આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા

  • November 30, 2021 

સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલી ખાતે ગત તા.18 માર્ચ 2019ના રોજ એક 7 વર્ષની માસૂમ બાળકીને તેના ઘરેથી એક શખ્સ અવાવરુ જગ્યાએ લઈ ગયા બાદ પીંખી નાંખી હતી. આ પ્રકરણમાં કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બારડોલી ડીવાયએસપીએ 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી આ ગુનાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ કોર્ટમાં આ અંગેની ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગે કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને દોષી ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં વરેલી ખાતે એક એપાર્ટમેંટમાં રહેતા પરિવારની 7 વર્ષીય બાળકીને એક શખ્સ ગત તા.18 માર્ચ 2019ના રોજ એપાર્ટમેંટ નીચેથી અપહરણ કરી લઈ ગયો હતો.ત્યારબાદ આ નરાધમ બાળકીને વરેલી હરીપુરા રોડ ઉપર આવેલ ઝારી ઝાખર વાળી અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કરતાં બાળકી રડવા લાગતાં આ નરાધમે બાળકીના ગાલ ઉપર થપ્પડ મારી આ વાત કોઈને કહીશ તો ચપ્પુથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી નાશી ગયો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ સને 2012ની કલમ 4,6,10 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ બારડોલી ડીવાયએસપીએ સીસીટીવી ફૂટેજના આધારે 24 કલાકમાં જ બાળકીને પીંખી નાંખનાર વિકાસકુમાર ઉર્ફે વિકી ચંદ્રદેવ રાજવંશી (હાલ રહે. વરેલી ગામ,તા-પલસાણા, મૂળ રહે.બિહાર) નાને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધમાં ખૂબ જ ઓછા સમયમાં ટેકનિકલ તથા સાયોગિક એવા આરોપ અંગેના મજબૂત પૂરવા એકત્ર કરી નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જોકે નામદાર કોર્ટમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરી તમામ પુરાવાઓ નામદાર કોર્ટના ધ્યાને મૂકી કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને દોષી ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application