સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં રહેતા જોનીભાઈ ભીખાભાઈ તાળા સાંજના સમયે પોતાના મિત્રો નવાજભાઈ યાસીન, રીઝવાનભાઈ રફીકભાઈ રાજવાણી, અને તેમજ પીયુષભાઈ પોલરા સાથે પોતાના સાળાના માલિકની ડીઝાયર કાર નંબર જીજે/05/આરબી/8369 લઈને સુરતથી કચ્છનાં ગાંધીધામ જવા માટે મિત્રો સાથે નીકળ્યા હતા અને રાત્રિના સમયે માંગરોડ તાલુકાના ધામધોડ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે કાર સુરતથી અમદાવાદ હાઈવે ઉપર જતા સમયે પીયુષભાઈ એ આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેની વચોવચ આવેલા ડિવાઈડર સાથે અથડાતા કાર અમદાવાદથી સુરત તરફ જતા ટ્રેક પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ડ્રાઈવ કરી રહેલા પીયુષભાઈ ને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પાછળ બેસેલ રીઝવાન અને રફીક કાર પલટી મારતા બહાર ફેંકાઈ ગયા હતા અને તેને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલ વધુ બે મિત્રો નવાજભાઈ અને જાનીભાઈ ને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે જાણ થતા સ્થળે પહોચેલ પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application