Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત પર કામ કરતો યુવક નીચે પટકાતાં મોત

  • April 12, 2021 

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં નાની નરોલી ખાતે જીઆઇપીસીએલ કંપનીના ફ્રેજ-1 કોમ્પેશન હાઉસના બહારના ભાગે આવેલ યુનીટ-2 ડ્ર્રરટી ઓઈલ પંપ રૂમની છત ઉપર કામ કરી રહેલ યુવક નીચે પટકાતાં મોત નીપજયું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાનાં નાની નરોલી જીઆઇપીસીએલ કોલોનીમાં રહેતો 21 વર્ષીય યુવક અખ્તર ઇસ્માઇલ શેખ જે નાની નરોલી જીઆઇપીસીએલ કંપનીના ફ્રેજ-1 કોમ્પેશન હાઉસના બહારના ભાગે આવેલ યુનીટ-2 ડ્ર્રરટી ઓઈલ પંપ રૂમની છત ઉપર કામ કરી રહ્યા હતા.

 

 

 

 

તે સમયે અખ્તર શેખ આકસ્મિક રીતે નીચે જમીન ઉપર પડી જતા તેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે માંગરોળ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application