Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : લઘુ ઉદ્યોગો માટે વોટર પ્યુરીફિકેશન ટેકનોલોજી અંગે વેબિનાર યોજાયો

  • March 04, 2021 

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(દુર્ગાપુર-પ.બંગાળ)ના ડિરેક્ટરશ્રી હરિશ હિરાનીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘માઈક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે વોટર પ્યુરીફિકેશન ટેકનોલોજી અંગે વેબિનાર યોજાયો હતો.

 

 

 

શ્રી હરિશ હિરાનીએ જણાવ્યું હતું કે, શુદ્ધ પાણી માનવજીવનની અગત્યની જરૂરિયાત છે. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણીનું સેવન કરવું હિતાવહ છે. વોટરસ્ટ્રેસ એવા ગુજરાત રાજ્યમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ હોવાથી સ્થાનિક ઉદ્યોગો પર અસર પડે છે. તેમણે જળ શુદ્ધિકરણ અંગેની વિવિધ ટેક્નિક અંગે જણાવતાં ઉમેર્યું કે, CSIR-CMERI દ્વારા એક્વા રિજુવિનેશન પ્લાન્ટ અને એક્વારિકલામેશન પ્લાન્ટ સ્થાપિત કરીને પાણીની અછતના નિવારણ સાથે જળપ્રદુષણની સમસ્યાથી છૂટકારો મેળવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આ પ્લાન્ટ અને જળ શુદ્ધિકરણ તકનિકો વડે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જના લક્ષ્યને સાકાર કરવામાં આવશે. CSIR-CMERI એ ઘણી કંપનીઓને તેમની આધુનિક ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. જેમ કે, વોલ્ટાસ લિ., એકવાગાર્ડ વોટર પ્યુરિફાયર, એક્વાફિઝર, એક્વાઝેન, એમ.એસ. સાયન્ટીફિક એન્ડ એક્વા સિસ્ટમ જેવી ૧૧ કંપનીઓને ટેકનોલોજીનું હસ્તાંતરણ કર્યું છે.

 

 

 

ઘરેલું, સંયુક્ત, હાઈ ફ્લોરેટ અને સમૂદાય માટે પાણીમાંથી આયર્ન, આર્સેનિક અને ફ્લોરાઈડ શુદ્ધિકરણ ટેકનોલોજી અંગે ઉપયોગી જાણકારી આપતાં શ્રી હિરાનીએ કહ્યું કે, અગાઉ સફાઈ કામદારોને સાફસફાઈ માટે ગટરમાં ઉતરવું પડતું હતું, પરંતુ હવે વોટર જેટ પમ્પના કારણે તેમની સુરક્ષામાં વધારો થયો છે, તેમજ સહેલાઈથી જોખમ વિના સાફ-સફાઈ થઈ શકે છે. પાણી શુદ્ધિકરણ અંગે કેટલીક અગત્યની બાબતો જણાવી શ્રી હિરાનીએ CSIR-CMERI ની કાર્યશૈલી અંગે વિસ્તૃત સમજ આપી હતી.

 

 

 

MSME-DI-સુરતના નાયબ નિયામક પી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, સુરત ટેક્ષટાઈલ ઉદ્યોગનું હબ છે. જળની ગુણવત્તા સુધારીને ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા સુધારી શકાય છે. જેના થકી સુરતના ઉદ્યોગોને બળ મળી શકે છે. વેબિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, ચેમ્બર ઓફ કોમર્સના હિમાંશુ બોડાવાલા, નીરજ મોદી, ડો.બિશ્વજીત રૂજ અને વૈજ્ઞાનિકો, તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application