સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા એક ભારત પ્રાંતીય પરિવારની પરિણીતા જેના ઉદરમાં પાંચ માસનો ગર્ભ હતો દરમિયાન આ નિષ્ઠુર જનેતાએ એની બે વર્ષની માસુમ ફૂલ જેવી દીકરીની હત્યા કરી ગર્ભવતી પરિણીતાએ પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં આ બનાવ અંગે ચકચાર મચી જવા પામી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા વિસ્તારમાં શ્રીનિવાસ ગ્રીન સીટી સોસાયટીમાં આવેલા 204 સાઈ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી વિનીતા મહેશ પાંડે (ઉ.વ.31) જેની બે વર્ષની માસુમ ફૂલ જેવી દીકરી ક્રિષ્ના તેમજ તેના પતિ મહેશ પાંડે સાથે રહીને જીવન ગુજરાતી હતી દરમિયાન બુધવાર સવારના સુમારે વિનીતા પાંડે જેના ઉદરમાં પાંચ માસનો ગર્ભ હતો તેનીએ કોઈ અગમ્ય કારણોસર પાંચમાં માળેથી નીચે પડતું મૂકી દેતા ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ સ્થાનિક કડોદરા જીઆઈડીસી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે ધસી જઇ ઘરની તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી ઘરમાં તપાસ દરમિયાન તેની બે વર્ષની દીકરી પણ મરણ ગયેલી હાલતમાં પોલીસને મળી આવી હતી ત્યારે હાલ તો કડોદરા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તેના પતિના નિવેદનો લઇને મોતનું સાચુ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500