સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વલથાણ નહેર નજીક બાઇક સ્લીપ થઈ જતાં આધેડનું મોત નીપજયું હતું. આધેડ કામરેજ ખાતે આવેલ હોટલથી રાત્રિના સમયે ઘરે જઇ રહયા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા ખાતે બરોડા પ્રેસટીજ નજીક વિહળ નગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ ગોરધનભાઈ પટેલ (ઉ.વ.55) નાઓ તેમના બે ભાઈઓ સાથે કામરેજ ખાતે મારુતિ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ સવારે દુકાને ગયા હતા અને ત્યાંથી રાત્રિના સમયે પોતાની બાઇક નંબર જીજે/05/એસજે/0339 ઉપર ઘરે જવા નીકળ્યા હતા.
તે સમયે બાઇક પૂરઝડપે હંકારતા બાઇક વલથાણ ગામની હદમાં વલથાણ નહેર નજીક રોડ ઉપર સ્લીપ થઈ ગઈ હતી. બાઈક સ્લીપ થઈ જતા રમેશભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500