બારડોલી પોલીસને મળેલ બાતમીના આધારે, બારડોલીના કડોદ રોડ ઉપર આવેલા પણદા ગામના તળાવ ફળિયામાં ઠાકોરભાઈ ભાણાભાઈ હળપતિ નામના વ્યક્તિના બંધ મકાનમાં આજ ફળિયાના રહીશ વિજય સોમાભાઈ રાઠોડ દ્વારા એક ફોર વ્હીલ ગાડીમાં બારડોલીથી નાની-મોટી દારૂ અને ટીન બિયરની કુલ 220 બોટલ નો જથ્થો જેની કીંમત રૂપિયા 40,300/- મંગાવી બંધ મકાનમાં મુકવામાં આવેલ છે.
તે બાતમીના આધારે બારડોલી પોલીસ મથકના મોતા બીટ જમાદાર સહીત પોલીસ ટીમે તળાવ ફળિયા, પનદાના બુટલેગર વિજય સોમાભાઈ રાઠોડની અટક કરી, તેની પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, બારડોલીના માતા ફળિયામાં રહેતો સ્પલાયર જયેશ ઉર્ફે બોબી રાજુ રાઠોડ દ્વારા દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જયેશ ઉર્ફે બોબીને વોન્ડેટ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500