Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુકાનની આડમાં કોમર્શિયલ ગેસ રિફીલિંગ કરતો એક ઈસમ ઝડપાયો

  • February 22, 2021 

સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામે બુટ-ચંપલની દુકાનની આડમાં કોમર્શિયલ ગેસ બોટલમાંથી નાના બોટલમાં જોખમી રીતે રિફીલિંગ કરતા એક ઇસમને ઝડપી ગેસ બોટલ પહોંચાડ નાર એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

 

 

પલસાણા તાલુકાનાં બગુમરા ગામનાં પાટીયે આવેલ જે.બી કોમ્પ્લેક્ષમાં એસ.કે ફૂટવેર નામની દુકાનમાંથી ગેર-કાયદેસર રીતે એચ.પી.કંપનીના કોમર્શિયલ બોટલમાંથી નાના બાટલા રિફીલિંગ કરતા દિપકકુમાર ખુસ્વાહાને ઝડપી પાડી પોલિસે રિફીલિંગનો તમામ સાધન સામગ્રી વજન કાંટો, નોઝલ વાળી રિફીલિંગ પાઇપ, તેમજ 5 કિલોનો બોટલ વગેરે સામગ્રી મળી 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બોટલ પહોંચાડનાર સંજીત કુમાર રાજપૂત નાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News