Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોના ચોરખાનામાંથી દારૂની 576 બોટલ મળી

  • April 10, 2021 

મહુવા તાલુકામાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન મહુવા અનાવલ રોડ પર કરચેલીયા ગામ પાસેથી આવતો એક ટેમ્પો નંબર જીજે/21/ડબ્લ્યુ/4552ને આવતા જોઈ ઉભો રાખવા જણાવ્યું હતું. પરંતુ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગવાનો પ્રયાસ કરતા એલસીબીની ટીમે પીછો કરતા ટેમ્પો ચાલક ટેમ્પોને નળધરા ગામમાં આવેલા ખેતરમાં ઉમારી ટેમ્પો છોડી ભાગી ગયો હતો.

 

 

 

 

ત્યારબાદ એલસીબીની ટીમ દ્વારા ટેમ્પોમાં તપાસ કરાતા ચોરખાનું મળી આવ્યું હતું જેમાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 576 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 55,200/- તથા ટેમ્પો મળી કુલ રૂપિયા 3,55,200/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલકને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application