સુરતનાં માંડવી તાલુકાનાં બૌધાન ગામે આવેલ ભૂત બંગલા હાઈસ્કૂલ નજીક વરલી મટકાના આંક ઉપર જુગાર રમતા અને રમાડતા 4 ઈસમોને માંડવી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા પોલીસ સ્ટાફનાં માણસો બૌધાન ગામે પહોંચ્યા હતા. અને ત્યાં ભૂત બંગલા હાઈસ્કૂલની સામે સ્ટેટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો ત્યાંથી પસાર થતાં લોકો પાસેથી પૈસા લઈ મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો લખી હાર-જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા.આમ, પોલીસે ઘટના સ્થળેથી રોહીતભાઈ સુરજભાઈ ગામીત (રહે.પાતલગામ,પટેલ ફળીયુ તા.માંડવી), અંબુભાઈ મથુરભાઈ વસાવા (હાલ રહે.અત્રોલી ગામ સ્કુલ ફળીયુ,તા.માંડવી, મુળ રહે.ધરમપોર ગામ મંદીર ફળીયુ તા.માંડવી), ઈકબાલ દાઉદ જાદવ (રહે.બોધાન ગામ, ભુતબંગલા ફળીયુ,તા.માંડવી) તથા અલ્તાબ દિલાવરભાઈ પિલુડીયા (રહે.અરેઠ ગામ, બજાર ફળીયુ ,તા.માંડવી)ના ઓને ઝડપી પાડી તેમની પાસેથી 3 નંગ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 12,670/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500