Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 ઈસમો ઝડપાયા

  • December 01, 2021 

સુરતનાં માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસે વિદેશી દારૂનો જથ્થો નેશનલ હાઇવે નંબર-48 ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર જઈ રહ્યો છે જે બાતમીના આધારે હાઈવે બ્રિજ ખાતે પોલીસે નાકાબંધી કરી બાતમી વાળી કારને ઝડપી પાડી 3 ઈસમોની ધરપકડ કરી 32,900/-નો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસ સ્ટાફનાં માણસોને મળેલી બાતમીના આધારે પોલીસે કોસંબા રેલ્વે ઓવર બ્રિજ નેશનલ હાઇવે નંબર-48 ઉપર નાકાબંધી કરી હતી બાતમી વાળી કાર નંબર જીજે/05/સીએલ/3700 આવતા જોઈ કારમાં તપાસ કરતા તેની અંદરથી પોલીસને 32,900/-ની કિંમતનો દારૂ ઝડપી પાડી પોલીસે દારૂના જથ્થા સાથે સાગર અશોક સેમ (રહે.વૃંદાવન રેસીડેન્સી પાંડેસરા), કમલેશ અશોક સેન (રહે.પાંડેસરા) અને તેજમલ રામચંદ્ર ચંદેલ (રહે.પાંડેસરા)ના ઓની ધરપકડ કરી હતી જ્યારે દારૂની બોટલની ખરીદી કરી વેચાણથી લેનાર વલસાડના અમિત ભંડારીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application