સુરત શહેરના માંડવી તાલુકાનાં જુના રતનીયા ગામ ખાતે પોલીસને મળેલ બાતમીના આધારે, રેડ કરતા દારૂની નાની-મોટી 1272 બોટલો મળી કુલ રૂપિયા 76,800 /-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દર્શન રાવને મળેલ ખાનગી બાતમીના આધારે, જુના રતનીયા ગામના આંબલી ફળિયામાં રહેતા સોમાભાઈ મહેશભાઈ ગામીતનાં ઘરમાં તેમજ પાછળ શેરડીનાં ખેતરમાં નયનેશભાઈ નશાભાઈ ગામીત, અમિતભાઇ અમ્રતભાઈ ચૌધરી, અકુલભાઈ હર્ષદભાઈ ગામીત, સંજુભાઈ રાજુભાઇ ચૌધરી, મહેશભાઈ ચીમનભાઈ ચૌધરી, સંજયભાઈ સોમાભાઈ ગામીત નાઓએ એક-બીજાની મદદથી દારૂ સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે ઘટના સ્થળે જઈ પોલીસ દ્વારા રેડ કરી તપાસ કરતા કોઈ આરોપી મળી આવ્યો ન હતો પરંતુ દારૂની નાની-મોટી બિયરનાં ટીનની 1272 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 76,800/- હતી. પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500