સોનગઢ RTO ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે 10 ભેંસોને મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જતા ટેમ્પોનાં ચાલક અને ક્લીનરને ઝડપી લીધો હતો. જોકે આ ટેમ્પાનું કારમાં પાયલોટિંગ કરનાર ફરાર થઈ જતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ હાઇવે પર RTO ચેકપોસ્ટ પાસે પોલીસે મળસ્કે એક આઈસર ટેમ્પો નંબર GJ/22/U/3208 અને તેનું પાઇલોટિંગ કરતી એક કારને રોકવાની કોશિશ કરતાં આઇસર ટેમ્પોને ઊભો રાખવામાં પોલીસને સફળતા મળી હતી પરંતુ પાયલોટિંગ કરનાર કારનો ચાલક પોતાની કાર પુરઝડપે હંકારી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી 10 ભેસોને ટૂંકા દોરડા વડે કૃરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી.
જ્યારે આ ભેંસોને માટે ઘાસ-ચારા કે પછી પાણીની વ્યવસ્થા કે તળિયે માટી તેમજ હલન-ચલન માટે મોકળાશ રાખવામાં આવી ન હતી. ટેમ્પોમાં ભેંસો માટે પ્રાથમિક સારવારના મેડિકલનાં સાધનો પણ જોવા મળ્યા ના હતા. જયારે આ ભેંસોને માલેગાંવના કતલખાને ગેરકાયદેસર રીતે લઈ જવાનું માલુમ પડ્યું હતું. તેથી પોલીસે ટેમ્પોનો ચાલક મુશરાન ફકીરાભાઈ મુલતાની (રહે.ઝંખવાવ ગામ, મામા ફળિયું, સુરત) અને ક્લીનર જુબેર યુસુફ મુલતાની (રહે.ઝંખવાવ ગામ, મુલતાની ફળિયું, સુરત)ની ધરપકડ કરી હતી. આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા 20 લાખ, 10 ભેંસો જેની કિંમત રૂપિયા 2 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 22.16 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી અને ભેંસોના માલિક કારમાં ભાગી છૂટેલા મોઈન મહમ્મદ મુલતાની (રહે.ઝંખવાવ ગામ, મુલતાની ફળિયું, સુરત)નાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500