ઉધના હરિનગરમાં રહેતા સંચા ખાતાના કારીગરના મકાનમાં રાત્રે છરા સાથે ઘસી આવેલા બે અજાણ્યાઍ કારીગરના ગળા ઉપર છરો મુકી તેના મિત્રને મારમારી રોકડા ૭૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપીયા ૧૧,૭૦૦ના મતાની લુંટ ચલાવી નાસી ગયા હતા.
ઉધના પોલીસના જણાવ્યા મુજબ હરિનગર નં-૨ અમ્રુતનગર સાંઈકુપા ઍપાર્ટમેન્ટમાં રહેતા આદિત્ય નારાયણ પાલ(ઉ.વ.૨૧) સંચા ખાતામાં કામ કરે છે. આદિત્યના ઘરમાં બે અજાણ્યાઓ છરા સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઓઍ આદિત્યના ગળા ઉપર છરો મુકી તેના મિત્રને ડરાવી ધમકાવી મારમાર્યો હતો અને આદિત્યનો મોબાઈલ અને રોકડા ૭૦૦ મળી કુલ રૂપીયા ૧૧,૭૦૦ લૂંટી નાસી ગયા હતા. આ ઘટના અંગે પોલીસે આદિત્ય પાલની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application