Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તા.૧૫મી થી શરૂ થનાર ધોરણ 10-12ના રીપીટર ઉમેદવારોની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ/વાલીઓ જોગ

  • July 07, 2021 

કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ગુજરાત માધ્યમિક/ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા SSC/HSC (વિ.પ્ર/સા.પ્ર) રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા તા.૧૫-૦૭-૨૦૨૧ થી તા.૨૮-૦૭-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ થી ૦૬.૦૦ કલાક દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે.

 

 

 

જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી છે છતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અવાર-નવાર બહાર પાડવામાં આવતા કોવિડથી સુરક્ષાના દિશાનિર્દેશો તથા સુચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે.

 

 

 

જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદી મુજબ પરીક્ષાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે, પરીક્ષા બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થી-વાલીઓએ પ્રવેશના સ્થળે બિનજરૂરી ભીડ ન કરવી. એકબીજાની વચ્ચે છ ફુટનું અંતર રાખવાનું રહેશે. દિવાલો, રેલીંગ, દાદરની પેરાફીટ જેવી વસ્તુઓને અડકવું નહી. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળના મેદાનમાં, લોબીમાં કે પરીક્ષા સ્થળ બહાર ટોળામાં ભેગા થવાથી બચવું અને કંપાઉન્ડની બહાર એક-એક કરીને ઝડપથી પરીક્ષા કેન્દ્ર છોડી દેવું. વિદ્યાર્થીઓ પારદર્શક પાણીની બોટલ લઈને પરીક્ષાખંડમાં બેસી શકશે. પરીક્ષા સ્થળના મુખ્ય દરવાજા પાસે પરીક્ષાર્થી તથા વાલીઓએ બિનજરૂરી ભીડ કરવી નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application