Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિકાસની દ્રષ્ટિએ દેશના ઓટો ઉદ્યોગ માટે ૨૦૨૫ના વર્ષનો મજબૂત પ્રારંભ થયો

  • February 14, 2025 

નિકાસની દ્રષ્ટિએ દેશના ઓટો ઉદ્યોગ માટે ૨૦૨૫ના વર્ષનો  મજબૂત પ્રારંભ થયો છે. ઊતારૂ  વાહનો, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સની નિકાસમાં ગયા મહિને દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ઓટોની એકંદર નિકાસ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ ૪૦ ટકાથી  વધુ રહી છે.  વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ સહિતના વિવિધ વાહનોનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૯.૩૦ ટકા વધી ૨૫,૪૬,૬૪૩ વાહનો રહ્યું હતું. ઘર આંગણે હોલસેલ રવાનગી ૨.૫૦ ટકા વધી ૧૯,૩૫,૬૯૬ એકમ રહી હતી.


જ્યારે વાહનોની નિકાસ ૪૦.૨૦ ટકા વધી ૪,૬૨,૫૦૦ એકમ રહ્યાની પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. વાહનોની એકંદર નિકાસમાં સૌથી વધુ નિકાસ  ૩,૮૦,૫૨૮ સાથે ટુ વ્હીલર્સની રહી છે. ટુ વ્હીલર્સની નિકાસમાં વાર્ષિક ધોરણે ૪૬.૨૦ ટકા ઊંચી રહી છે. ઊતારૂ વાહનોની નિકાસ ૧૭ ટકા જ્યારે થ્રી વ્હીલર્સની ૨૦ ટકા જેટલી વધી છે. ઉત્પાદન એકમો ખાતેથી ડીલરો ખાતે   ઊતારૂ વાહનોની રવાનગી જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે  ૧.૬૦ ટકા વધી ૩,૯૯,૩૮૬ રહી હોવાનું ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.


યુટિલિટી વ્હીકલની મજબૂત માગને કારણે આ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી ૩,૯૩,૦૭૪ રહી હતી. જાન્યુઆરીમાં ઊતારૂ વાહનોનો જથ્થાબંધ રવાનગીનો આંક જાન્યુઆરીનો અત્યારસુધીનો સૌથી ઊંચો રહ્યો છે. ટુ વ્હીલર્સની રવાનગી ૨ ટકા વધી ૧૫,૨૬,૨૧૮ રહી હતી. થ્રી વ્હીલર્સની રવાનગી ૭.૭૦ ટકા વધી ૫૮૧૬૭ રહ્યાનું પણ સિઅમના ડેટા જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application