સોનગઢના બેડી ગામમાંથી પોલીસે દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી અને ગોળ-મહુડાના રસાયણ તથા દારુ બનાવવાના સાધનો અને દેશીદારુ સહિતનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી,જયારે એક જણાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના બેડી ગામના સડક ફળિયામાં રહેતો ઉકડીયાભાઈ સોનજીભાઈ ગામીતના ઘરે પોલીસે રેડ કરતા ઘરની પાછળના ભાગે દેશી હાથ બનાવટની ભઠ્ઠી, દેશીદારૂ અને ગોળ-મહુડાના રસાયણના મુદ્દામાલ સાથે આજરોજ જીલ્લા એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગયો હતો. જોકે પોલીસે ગોળ-મહુડાનું (વોશ ) રસાયણ ગરમ તથા ઠંડો આશરે 565 લીટર નાશ કર્યો હતો તથા ગોળ આશરે 270 કિલોગ્રામ, મહુડા આશરે 90 કિલોગ્રામ,નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની તપાસમાં વ્યારાના બેડકુવાદુર ગામે રહેતો એક ગાડીનો ચાલક પ્રભુ મારવાડી નામના ઇસમે ગોળ મહુડાનો જથ્થો પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025