Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના દુમદા ફાટક નજીક બે બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત

  • November 07, 2020 

સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના ધધેડી ફળીયામાં રહેતા રાજેશભાઈ હીરાલાલભાઈ ગામીત (ઉ.વ.45) નાઓઆજરોજ સમય આશરે 4 કલાકના અરસામાં પોતાની ટીવીએસ વિકટર મોટર સાયકલ નંબર જીજે/19/એફ/9893 લઈને દુમદા ફાટકની આગળ જતા દુમદા ગામના ટાંકલી ફળીયામાં જતા ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા.

 

 

તે દરમિયાન એક મોટર સાયકલ નંબર જીજે/26/ક્યુ/3458 ના ચાલકે પુર ઝડપે મોટર સાયકલ હંકારી લાવી રાજેશભાઈની મોટર સાયકલ ને જોરથી ટક્કર મારી હતી. જેના કારણે રાજેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે ટક્કર મારનાર બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોચી હતી.

 

 

બનાવ અંગે રાહુલભાઈ રાજેશભાઈ ગામીત રહે, મોટી ખેરવાણ ગામ,ધધેડી ફળીયા તા.સોનગઢ નાઓની ફરિયાદના આધારે બાઈક નંબર જીજે/26/ક્યુ/3458 ના ચાલકે વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application