Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : એક્ટીવા મોપેડ ઉપર દારૂની ફેરાફેરી કરતા ૨ યુવકો પકડાયા, ૧ વોન્ટેડ

  • June 18, 2021 

સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી મોપેડ પર ગેરકાયદે વિદેશી દારૂ લઈ ને પસાર થતાં બે યુવકને પોલીસે ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ સોનગઢના જુનાઆરટીઓ  ચેકપોસ્ટ પાસેથી ગુરુવારે સવારે આશરે ૧૦ કલાકના અરસામાં પસાર થતી એક્ટિવા મોપેડ ને પોલીસે અટકાવી તપાસ કરતા મોપેડ નંબર જીજે/૨૬/એ/૮૨૦૭ પર થી પાસ પરમિટ વિનાની વિદેશી દારૂની ૧૨૦ બોટલ જેની કિંમત કિંમત ૯૬૦૦/- નો દારૂ મળી આવ્યો હતો.બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ હરગોવાનભાઈની ફરિયાદના આધારે દારૂ અને બાઈક મળી ૩૪,૬૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી તેજસ શોભનાથ રહે,જમાદાર ફળિયું-સોનગઢ અને નિલેશ ગામીત રહે,હાથી ફળિયું-સોનગઢ ના બંને યુવકોની અટક કરી હતી જ્યારે લકડકોટ થી દારૂ ભરાવનાર હાથીફળિયા,સોનગઢ નો મનીષ મહેશ ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application