મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ભટવાડા ગામના ડુંગરી ફળિયામા રહેતા એક ઈસમ લાકડાની બાતમી આપે છે જે શંકા રાખી તેણે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર મારવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, મૂળ નવસારીના જલાલપોર તાલુકાના વાણીયાનાં અને હાલ રહે ખેરવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ખેરવાડા ગામનાં બંગલી ફળિયામા રહેતા અશ્વિનાબેન બાબુભાઈ પટેલ નાઓ ગુરૂવારનાં રોજ શૈલેશભાઈ રામસિંગભાઈ વસાવા (રહે.અઝવાર ગામ, સોનગઢ), જેન્તીભાઈ ગંભીરભાઈ વસાવા અને આશિષભાઈ ગુરજીબે વસાવા (બંને રહે.નીંદવાડા ગામ, સોનગઢ) તથા શૈલેશભાઈ સાથે આવેલ અજવાર ગામના ત્રણ ઈસમોએ મળી નાઓએ અશ્વિનાબેનના મોબાઈલ ઉપર ફોન કરી લાકડાઓ પકડી જવા બાબતે ગમે-તેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તેમજ વિનોદભાઈ રમણભાઈ વસાવા (રહે.ભટવાડા ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) નાઓના ઘરે જઈ તમામ ઈસમોએ, ‘અમારા લાકડાની બાતમી આપી પકડાવે છે તેમ કહી ગમે-તેમ ગાળો બોલી જંગલમાં મળશે તો તને અને મેડમને પતાવી દઈશું અને કોઈને ખબર પણ નહિ પડશે’ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અશ્વિનાબેન પટેલ નાએ શુક્રવારનાં રોજ સોનગઢ પોલીસ મથકે છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500