મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના પોખરણ ગામનાં પાટીયા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર સોનગઢથી વ્યારા તરફ જતાં ટ્રેક ઉપરથી ટ્રકમાં વિપુલ પ્રમાણમાં વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈ જતો ટ્રક ચાલકને સોનગઢ પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે દારૂનો જથ્થો ભરી આપનાર હરિયાણના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ 13/09/2023નાં રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ વાહનોમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર તરફથી એક ટ્રક નંબર WB/51/C/4278માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર-53 પરથી સુરત જનાર છે. જે બાતમીના આધારે પોલીસનાં માણસો પોખરણ ગામના પાટીયા પાસે વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળો ટ્રક આવતાં જોઈ પોલીસે ટોર્ચનાં અજવાળે ટ્રક ચાલકને ઈશારો કરી ટ્રક ચાલકે પોતાના કબ્જાનો ટ્રક સાઈડમાં ઉભો રાખ્યો હતો.
ત્યારબાર પોલીસે ટ્રક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કૈલાશ સોનારામ બિશ્નોઈ (રહે.અગોર, તા.ચોહટન, જિ.બાડમેર, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે તરમાં શું ભર્યું છે??તે પૂછતા તેણે જણાવ્યું કે ટ્રકમાં ડીટર્જન્ટ હોવાનું જણાવ્યું હતું અને તેણે ડીટર્જન્ટ પાવડરની બીલ બતાવેલ હતું. જોકે પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ખાખી કલરના પૂંઠાઓમાં અલગ અલગ બ્રાંડની કાચની નાની-મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રક ચાલકને વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો વીરેન્દ્રસિંગ ઝાટ (રહે.હરિયાણા)નાંએ ભરાવી આપ્યો હતો અને રસ્તામાં કોઈ રોકે તો ટ્રકમાં ડીટર્જન્ટ પાવડર ભરેલ છે તેમ જણાવી આ બીલ બતાવવાનું જણાવ્યું હતું. આમ પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલ ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ અને ટ્રકમાં ડીટર્જન્ટ પાવડર ભરેલ હોવાની ખોટી બિલ્ટી સાથે રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટ્રકમાં વગર પાસ પરમિટે કુલ બોક્ષ 464માં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની કંપની સીલબંધ કુલ 13,380 બોટલો જેની કિંમત રૂપિયા 40,89,400/- હતી.
તેમજ 1 નંગ મોબાઈલ તથા ઝડપાયેલ ઈસમના અંગ ઝડતીનાં રોકડ રૂપિયા 1,600/- મળી કુલ રૂપિયા 50,96,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ રાઉતની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનાર હરિયાણાના ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500