Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસે બાઈક પર લઈ જવાતો દેશીદારૂ ઝડપી પાડ્યો,આરોપી ફરાર

  • August 30, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાઈક લઇ જવાતો દેશીદારૂની બાટલીઓ ઝડપી પાડી ભાગી જનાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે આજરોજ સોનગઢ તાલુકાના રામપુરા કોઠાર ગામે આવેલ ડેરી નજીક ત્રણ રસ્તા પાસે, ગાયસવારથી ચાપાવાડી તરફ આવતા રસ્તા પરથી એક પેશન પ્રો મોટર સાયકલ નંબર જીજે/05/એબી/3783 પર લઇ જવાતો દેશીદારૂ સુગંધી સંતરા પ્લાસ્ટિકની બાટલીઓ નંગ 45 જેની કિંમત રૂપિયા 2,250/-નો દેશીદારૂ ઝડપી પાડ્યો હતો, જોકે આ બનાવમાં બાઈક ચાલક આરોપી ફરાર થઇ જતા તેની વિરુદ્ધ હેડકોન્સ્ટેબલ પ્રવીણભાઈ પટેલની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ દશરથભાઈ ભૂપતભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi