Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : વન (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૦માં પ્રસ્તાવિત સંશોધન રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું

  • November 22, 2021 

વન (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૦ માં પ્રસ્તાવિત સંશોધન રદ કરવાની વિવિધ માંગણી સાથે આદિવાસી મુક્તિ મોરચા દ્વારા સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સોનગઢ મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર, ૪ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા વન સંરક્ષણ અધિનિયમ ૧૯૮૦ પ્રસ્તાવિત સંશોધન પર ટીપ્પણીઓ અને સુજાવ આમંત્રિત કરવા માટે જાહેર સુચના આપવામાં આવી હતી જે ખુબ ગંભીર છે. આ સુચનાએ કરોડો જંગલ આધારિત સમુદાયો સાથે મજાક છે. જેમની પાસે ઇન્ટરનેટ, મોબઈલ ફોન અને અન્ય સુચના મધ્યોનો ખુબ જ અભાવ છે.

કરોડો આદિવાસીઓ તથા અન્ય પરંપરાગત વન નિવાસીઓ તથા વન વન્ય જીવ અને પર્યાવરણ સંરક્ષણના ભવિષ્ય નક્કી કરવા વાળા કાયદા પર સુજાવો માટે એક તરફ માત્ર ૧૫  દિવસ આપવામાં આવ્યા હતા પણ વિરોધ બાદ આ દિવસો વધારીને ૧૭ નવમ્બર સુધી નક્કી કર્યું હતું. બીજી તરફ પ્રસ્તાવીત સંશોધનોની જાહેર સુચના માત્ર અંગ્રેજી ભાષામાં આપવામાં આવી હતી. પ્રસ્તાવીત કરવામાં આવ્યા એ અસ્પષ્ટ છે પણ આ ઈશારો કરે છે કે મંત્રાલયનો આ સંશોધન ક્યા આધાર પર પ્રસ્તાવિત કરવામાં આવ્યા અસ્પષ્ટ છે પણ આ ઈશારો કરે છે કે મંત્રાલયનો આ સંશોધનોથી વ્યાવસાયિક કંપનીઓને જંગલ જમીન ખુબ જ સરળતાથી હડપવાનો રસ્તો સાફ કરી આપવાની સંભાવના લાગી રહી છે. આના કારણે જંગલ આધારિત સમુદાયો અને વન અધિકારોનું હનન થશે અને વ્રુક્ષોનુ મોટા પાયે છેદન થશે કારણ કે પ્રસ્તાવિત સંશોધનમાં ગ્રામસભાના સહમતિને સામેલ કરવામાં આવેલ નથી આ વનો અને સંરક્ષણ તથા સંવર્ધન માટે ગંભીર બાધા છે અને ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિનું છડે ચોક ઉલ્લંઘન કરે છે.

આદિવાસી મુક્તિ મોરચા દ્વારા કરવામાં આવેલ માંગણીઓ

(૧) સુજાવ અને ટીપ્પણીઓ માટે સમય સીમા 3 મહિના કરવામાં આવે.(૨) સુજાવ અને ટીપ્પણીઓ માટે જાહેર કરવામાં આવેલ ડ્રાફ્ટનું સ્થનીય ભાષામાં ભાષાંતર તથા સહી સિક્કા સાથે સ્થાનિક જનતા ખાસ કરીને વન અધિકારી કમિટીઓ તથા ગ્રામ સભાને આપવામાં આવે એમની ટીપ્પણી અને સુજાવ આમંત્રિત કરવામાં આવે.

(૩) આંતરરાષ્ટ્રીય બોર્ડર વિસ્તારોમાં વિકાસ પરિયોજના નામ પર વ્રુક્ષો કાપવા પર રોક લગાવવામાં આવે.(૪) જંગલથી સંબંધીત બનાવવાળા કાયદાઓ, સંશોધનો પર સંપૂર્ણ ભાગીદારી સાથે જંગલ આશ્રીત સમુદાયો આદિવાસી સમૂહો, પર્યાવણણીય અધિકાર સમૂહ અને સમિતિઓ બનાવીને કાયદાકીય પરામર્શ પૂર્ણ વ્યાપક લો પ્રચાર કરવો જોઈએ.

(૫) વન અધિકારી અધિનિયમ-2006 અને પેસા ૧૯૯૬ના ઉલ્લંઘન કરવા વાળા કોઈ પણ કાયદાનો પ્રસ્તાવિત સંશોધનોને રદ કરવામાં આવે.

(૬) વન હસ્તાતરણની અનુમતિની પ્રક્રિયામાં વન આધારિત સમુદાયો અને ગ્રામ્ય સભાની ભૂમિકાઓ વધુ મજબુત કરવી જોઈએ.

(૭) વન સંરક્ષણ કાયદમાં પણ ગ્રામ સભાઓની ભૂમિકા વન અધિકારીના પ્રાવધાન પ્રમાણે લાગુ કરવામાં આવે.

(૮) વન સંરક્ષણ અધિનિયમન-૧૯૮૦ના પાલન કરવામાં વન અધિકારી કાયદો ૨૦૦૬ના પ્રાવધાનોને સુનીશ્રિત કરવામાં આવે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application