મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ચાંપાવાડી ગામનાં નિશાળ પાસેનાં જાહેર રોડ ઉપર વગર પાસ પરમિટે બાઈક ઉપર દારૂનાં જથ્થા સાથે બુહારી ગામનો યુવક ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારના રોજ મોડી સાંજે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રામપુરા કોઠાર ગામની ચાંપાવાડી ગામ તરફ એક બાઈક ચાલક તેના બાઈકમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો મુદ્દામાલ ભરી લાવનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ચાંપાવાડી ગામનાં નિશાળ ફળિયા પાસે જાહેર રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન રામપુરા કોઠાર ગામ તફરથી એક કાળા કલરની બાઈક નંબર GJ/19/AE/5283 આવતાં જોઈ બાઈક ચાલકને ઈશારો કરી ઉભો રખાવી હતી ત્યારબાર પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિનોદભાઈ મીઠુલાલ સુથાર(મિસ્ત્રી) (રહે.શિવનગર સોસાયટી, બુહારી, તા.વાલોડ)ના હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે બાઈકના શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી દારૂની કુલ 96 નંગ બોટલો મળી આવી હતી.
જયારે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મંગાવનાર રાહુલ ઈશ્વરભાઈ ગામીત (રહે.બેડચીત ગામ, પ્રધાન વાડી ફળિયું, તા.વાલોડ ) અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ગણેશ સિંગાભાઈ ગાવિત (રહે.લક્કડકોટ ગામ, તા.નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે દારૂનો મુદામાલ, બાઈક તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 29,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500