સોનગઢના મોટા બંધારપાડા ગામના બજાર ફળીયામાં રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો યુવકે નજીકના ગામમાં રહેતી એક યુવતીના પિતાના વોટ્સએપ પર અશ્લીલ અને નગ્ન ફોટા અને મેસેજ મોકલી,બીભત્સ વાતો કરી હતી. જોકે બનાવ અંગે સોનગઢ પોલીસ ને જાણ કરવામાં આવતા આરોપી યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢના મોઘવાણ ગામના વિસ્તારમાં રહેતો દિવ્યેશ ગામીતે પોલીસ મથકે કરેલ ફરિયાદ મુજબ, ગત 13મી નારોજ સાંજે ઘરે હતા ત્યારે એમના પિતા નો મોબાઈલ એમણે હાથમાં લીધો હતો. આ જ સમયે પિતા ના મોબાઈલ પર કોઈ કે અજાણ્યા નંબર થી hi એવો મેસેજ આવતા દિવ્યેશે પણ કુતુહલવશ hi એવો રિપ્લાય આપ્યો હતો.
દરમિયાન સામે ના મોબાઈલ પર થી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, તું જયંતિ ની છોકરી કે ?? જેથી સામે નો વ્યક્તિ પોતાની બહેન સાથે વાત કરવા માંગતો હોવાનું લાગતા તેણે હકારાત્મક જવાબ આપેલ હતો. તેથી હું મોટા બંધારપાડા નો સુરેશ ગામીત એવો મેસેજ આવ્યો હતો અને બાદમાં અચાનક સામેના વ્યક્તિ એ સ્ત્રી-પુરુષના નગ્ન અને બીભત્સ ફોટાઓ મુકવા માંડયો હતો અને મુકેલ ફોટાઓ જોવા માટે પણ મેસેજ કરતો હતો અને થોડા જ સેકન્ડમાં ગંદા મેસેજો ડીલીટ કરી દેતો હતો. પરંતુ ફરિયાદી દિવ્યેશે ચાલાકી વાપરી નગ્ન ફોટા સહિતના વોટ્સએપ મેસેજ ના સ્ક્રીન શોટ લઇ લીધા હતા. બાદમાં બીજા દિવસે એટલે કે મકર સંક્રાંતિ ના દિવસે પણ સુરેશ ગામીતે ફરી વખત 'જમી લીધું કે નહીં અને એવા અન્ય મેસેજો કર્યા હતા.
આ બાબતે ફરિયાદી દિવ્યેશે પોતાના પિતા સહીત પરિવારજનો ને વાત કરી હતી અને શુક્રવારે સુરેશ ને શોધવા માટે બધા ભેગા થઇ મોટા બંધારપાડા ખાતે ગયા હતા. જોકે આરોપી ઘરે કે અન્ય સ્થળોએ મળી આવેલ ન હતો એ પછી એનો મોબાઈલ પર સંપર્ક કરી મળવા બોલાવતા એણે હું તમને ખાનગી માં તમને મળી લેવા એમ કહી ફોન કટ કરી દીધો હતો.
બનાવ અંગે દિવ્યેશકુમાર ગામીતે સોનગઢ પોલીસ ને ફરીયાદી કરી હતી જેના આધારે આરોપી સુરેશભાઈ નરસિંહભાઈ ગામીત રહે,બજાર ફળિયું,મોટા બંધારપાડા ગામ,તા.સોનગઢ ના વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, સુત્રો અનુસાર આરોપી યુવક સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંધારપાડા આઉટ પોસ્ટ પોલીસ મથકે GRD (ગ્રામ રક્ષક દળ) તરીકે કામગીરી કરતો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આરોપી યુવક સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500